Skip to main content

Featured

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે

નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુપનો ઉપયોગ ગોસિપ માટે, મનોરંજક પોસ્ટ શેર કરવા, એકેડેમિક કે વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ નોબેલ કોઝ એટલ

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                                           


Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બને છે.

વિદ્યાર્થીઓ સરળતાથી ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો સમજી શકે તે સંદર્ભથી આપે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ૪૨ એવાં રમકડાં બનાવ્યાં છે, જેનાથી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે તે આવકાર્ય છે. નકામી વસ્તુઓ એકત્ર કરી વિજ્ઞાનમાં દૃષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યૂટનના ગતિના નિયમો તેમજ ગણિતમાં છેદિકા અને સમાંતર રેખાના સૂત્રો સરળતાથી સમજાવવાનો આપનો પ્રયાસ સતુત્ય છે. જૂનાગઢ ખાતે યોજાયેલા સંશોધનાત્મક મેળામાં આપના બનાવેલ આ રમકડાં પ્રદર્શિત થયાં હતાં જે પૈકી ૧૫ રમકડાંને જીસીઈઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે તે પ્રશંસનીય છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે આપની સર્જનાત્મકતાના ઉપયોગ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળ અને રસપ્રદ બનાવતા રહો એવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હેમંતભાઈ પટેલને અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

Comments